મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: રાહુલ ગાંધીનું લકનૌમાં ભવ્ય સ્વાગત

સોર્સ: gstv

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુલતાનપુર સ્થિત MP/MLA કોર્ટમાં હાજરી આપવા માટે ઉત્તર પ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. આ નિમિત્તે લકનૌ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ એકઠા થયા હતા. કાર્યકરોએ ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કોર્ટમાં પેશી માટે જઈ રહેલા રાહુલ ગાંધીના પ્રવાસને લઈને લકનૌથી સુલતાનપુર સુધી સુરક્ષાના સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. એરપોર્ટ પર કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાંથી તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમ મુજબ સુલતાનપુર કોર્ટ તરફ રવાના થયા હતા.

આ સમાચાર શેર કરો