Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India creates history with 7.8% GDP growth, Ravi Shankar Prasad makes big statement

VIDEO: વિશ્વ આખું મુશ્કેલીમાં, છતાં ભારતની છલાંગ! 7.8% GDP ગ્રોથ સાથે ભારતે રચ્યો ઈતિહાસ, રવિશંકર પ્રસાદે આપ્યું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વૈશ્વિક સ્તરે આર્થિક મંદી અને સપ્લાય ચેઈનની સમસ્યાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે ભારતના જીડીપી (GDP) ગ્રોથ રેટના આંકડા 7.8 ટકા નોંધાયા છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે ખુશી વ્યક્ત કરતા દેશના આર્થિક મેનેજમેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી છે.

App Store

રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, "તાજેતરના રિપોર્ટ અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.8% રહ્યો છે. આ આંકડો અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સંબંધિત સમયગાળા દરમિયાન, ખાસ કરીને ફેબ્રુઆરીની આસપાસ, કાચા તેલના ભાવ, સપ્લાય ચેઇનની અડચણો અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવી અનેક સમસ્યાઓ પ્રવર્તી રહી હતી. આ તમામ વૈશ્વિક પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થાએ 7.8 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી છે."

વૈશ્વિક અર્થતંત્રો સાથે સરખામણી કરતાં તેમણે ઉમેર્યું હતું કે, "વિશ્વના વિકસિત દેશોની સરખામણી કરીએ તો કેનેડાનો વૃદ્ધિ દર 1.5%, જર્મનીનો 1% અને બ્રિટન (UK) નો 2.1% છે. જ્યારે એશિયન દેશોમાં મલેશિયા 6% અને દક્ષિણ કોરિયા 3.7% પર છે. આજે સમગ્ર વિશ્વમાં આર્થિક મુશ્કેલીઓ છે, તેમ છતાં ભારત અન્ય દેશોની સરખામણીએ ક્યાં ઊભું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. હું ભારતના આર્થિક સંચાલનની પ્રશંસા કરું છું અને વડાપ્રધાનના નેતૃત્વને બિરદાવું છું."