VIDEO: વિશ્વેશ્વર મહાદેવને બાંધવામાં આવી રાખડી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસીમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ ધાર્મિક વિધિ યોજાઈ. મંગળા આરતી દરમિયાન ભગવાન શ્રી વિશ્વેશ્વરને રાખડી અર્પણ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. ધાર્મિક પરંપરા મુજબ ભગવાનને રાખડી અર્પણ કરી ભક્તોએ પરિવાર અને સમાજની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. રક્ષાબંધનના પાવન પર્વે ભગવાનને રાખડી અર્પણ કરાતા મંદિર પરિસરમાં વિશેષ આસ્થા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

