VIDEO: વિશ્વેશ્વરી માતાજી ચોધાર આંસુએ રડ્યા, મેં સન્યાસ લીધા પછી કોઈ ખોટું કામ નથી કર્યું
ઋષિ ભારતી અને ભારતી આશ્રમ વચ્ચેનો છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે વિવાદ વધુ વકર્યો હતો. ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ વિવાદ વધ્યો હતો.ગુરુ તરીકે હરીહરાનંદ ભારતીએ રવજી ભગતને ઋષિ ભારતી તરીકેનું સંન્યાસી નામ આપ્યું હતું.
પત્રકાર પરિષદમાં વિશ્વેશ્વરી માતાજી ચોધાર આંસુએ રડી પડ્યા
મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ ઋષિ ભારતી- વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય પદેથી મુકત કર્યા હતા. વિશ્વેશ્વરી ભારતી માતાજી વર્ષ 2019માં અલ્હાબાદના કુંભ મેળામાં આ પરંપરામાં જોડાયા, તે પૂર્વે તેમનું નામ વિલાસબેન હતુ. લંબે હનુમાન આશ્રમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં નવો વળાંક આવ્યો છે.
મેં સન્યાસ લીધા પછી કોઈપણ પ્રકારનું ખોટું કામ કર્યું નથી
પત્રકાર પરિષદમાં વિશ્વેશ્વરી માતાજી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમણે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને વિશ્વેશ્વરી માતાજીએ ખોટા ગણાવ્યા હતા.પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે મેં સન્યાસ લીધા પછી કોઈપણ પ્રકારનું ખોટું કામ કર્યું નથી. તો બીજી તરફ પોતાની સાથે રાખેલી બાળકી મુદ્દે સ્પષ્ટતા કરી હતી. પોતાની નહીં પણ પોતાનાં ભાઈની દિકરી એ બાળકી હોવાની વાત કરી હતી.

