મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

US જવાનું વળગણ: હજારો ભારતીયો એક જ માસમાં કેનેડાથી ચાલતા અમેરિકામાં ઘૂસ્યા!

ડોક્યુમેન્ટ્સ વિના કેનેડાથી અમેરિકા જનારા ભારતીયોની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી છે. જેના લીધે કેનેડાની વિઝા સ્ક્રિનિંગ પ્રોસ

US જવાનું વળગણ: હજારો ભારતીયો એક જ માસમાં કેનેડાથી ચાલતા અમેરિકામાં ઘૂસ્યા!

ડોક્યુમેન્ટ્સ વિના કેનેડાથી અમેરિકા જનારા ભારતીયોની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી છે. જેના લીધે કેનેડાની વિઝા સ્ક્રિનિંગ પ્રોસેસ પણ પ્રભાવિત થઈ છે. વધુમાં યુકેમાં શરણ લેનારાની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. US કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન (CBP)ના આંકડાના આધાર પર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે એકલા જૂન મહિનામાં 5,152 ભારતીય દસ્તાવેજ વગર ચાલતા કેનેડાથી અમેરિકામાં ઘૂસ્યા છે.

એક અહેવાલ પ્રમાણે, કેનેડા જતાં ભારતીયો યુકેમાં શરણ માંગી રહ્યા છે. યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી)ના આંકડાઓના આધારે તૈયાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જૂનમાં 5152 ભારતીયોએ ડોક્યુમેન્ટ્સ વિના પગપાળા કેનેડામાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી.

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા ભારતીયો હવે મેક્સિકોના બદલે કેનેડાના રૂટને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ ટ્રેન્ડ ડિસેમ્બર, 2023 બાદ જોવા મળ્યો છે. કેનેડા અને અમેરિકા વચ્ચે 9 હજાર કિલોમીટર લાંબી સરહદ છે. જે દુનિયાની સૌથી લાંબી ઓપન બોર્ડર છે. જે 3400 કિલોમીટરની ભારત-ચીન સરહદથી લગભગ ત્રણ ગણી લાંબી છે.

યુએસ સીબીપીના આંકડા જણાવે છે કે, વર્ષ 2023માં દર મહિને સરેરાશ કેનેડા-અમેરિકા બોર્ડર પર અટકાયત થનાર ભારતીયોની સંખ્યા 2548 હતી. જે જાન્યુઆરી-જૂનમાં 47 ટકા વધી છે. આ મહિનામાં સંખ્યા 3733 હતી.

આ સમાચાર શેર કરો