કાશી વિશ્વનાથ મંદિરમાં PAC જવાનની રાઇફલમાંથી અચાનક ગોળી છૂટતા ૩ લોકો ઇજાગ્રસ્ત
ધર્મનગરી કાશીના સૌથી હાઈ-સિક્યોરિટી ઝોન ગણાતા શ

ધર્મનગરી કાશીના સૌથી હાઈ-સિક્યોરિટી ઝોન ગણાતા શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શનિવારે સવારે મંદિરના ગેટ નંબર 4B પર તૈનાત PAC (પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી) ના એક સિપાહીની સરકારી બંદૂકમાંથી અચાનક આકસ્મિક રીતે ગોળી છૂટી ગઈ હતી.
સદનસીબે આ સમય દરમિયાન કોઈ મોટી ઘટના ઘટી ન હતી. ત્યાં હાજર ત્રણ લોકોને ગોળીના છરા વાગ્યા હતા, જેના કારણે તેઓ નજીવી રીતે ઇજાગ્રસ્ત થયા છે.




