મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'જો 20 બેઠકો વધુ આવી હોત તો એ બધા જેલમાં હોત', ખડગેના ભાજપ પર આકરા પ્રહાર 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક ર

VIDEO: 'જો 20 બેઠકો વધુ આવી હોત તો એ બધા જેલમાં હોત', ખડગેના ભાજપ પર આકરા પ્રહાર 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો 20 વધુ બેઠકો આવી હોત તો એ બધા જ જેલમાં હોત. ખડગેએ કહ્યું કે, 'ક્યાં ગયા 400પાર વાળા? 240 બેઠકોએ અટકી ગયા. જો અમને 20 વધુ બેઠકો મળી હોત તો આ બધા લોકો જેલમાં હોત. આ લોકો જેલમાં રહેવાને લાયક છે. 

ખડગેએ કહ્યું કે, ભાજપ ભાષણો તો બહુ આપે છે પણ કામ અને કથનીમાં ઘણો ફરક છે. ભાજપ ગમે તેટલા પ્રયાસો કરે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન નબળું નહીં પડે. અમે સંસદમાં અમારી તાકાત બતાવી છે. એવી જ તાકાતથી જમ્મુ કાશ્મીરમાં આગળ વધીશું.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 'ભાજપ અહીંના લોકોને તોડફોડ કરીને હિંદુ અને મુસ્લિમ વચ્ચે વહેંચવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેમના પ્રયત્નો જીવનમાં ક્યારેય સફળ નહીં થાય. આવા હજારો ભાજપ અને આરએસએસના કાર્યકરો આવશે અને જશે. અહીંના લોકો ઝૂકશે નહીં. કોંગ્રેસ પાર્ટી અહીંની જનતાની સાથે છે. આપણે બધા એક છીએ અને હંમેશા એક રહીશું.

કોંગ્રેસના INDIA ગઠબંધન'થી ડરે છે ભાજપ

ખડગેએ કહ્યું કે, 'કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જોઈને ભાજપ નર્વસ થઈ ગઈ છે. એટલે જ ભાજપ વારંવાર જમ્મુ-કાશ્મીરની યાદી બદલી રહી છે. બે ત્રણ લિસ્ટ બદલ્યા , બળવો થયો, બહુ ચિંતા થઈ ગઈ. આ દર્શાવે છે કે તેઓ INDIA ગઠબંધનની એકતાથી કેટલા ડરે છે.
 
રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખડગેએ કહ્યું, 'રાહુલ ગાંધીએ સૌથી મોટી યાત્રા કાઢી. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની અને આ યાત્રાનું કાશ્મીરમાં સમાપન થયું. ભારત જોડો યાત્રામાં હું પણ સામેલ હતો, ફારૂક અબ્દુલ્લા પણ તેમાં સામેલ હતા. આ યાત્રાને અહીં ખૂબ જ સફળતા મળી. 

આ સમાચાર શેર કરો