VIDEO: ૫ વાર જેલ જઈશ પણ એક રૂપિયો નહીં આપું! રાજપાલ યાદવના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ
પોતાની શાનદાર કોમેડીથી લોકોને હસાવનારા બોલિવૂડ (Bollywood) અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav) ની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ₹૯ કરોડના લોન ડિફોલ્ટ (Loan Default) અને ચેક બાઉન્સ કેસ (Check Bounce Case) માં દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે મોટો ચુકાદો આપતા અભિનેતાની સજા બહાલ રાખી છે અને તેમને ફરી જેલ ભેગા કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજપાલ યાદવના વલણને અત્યંત શંકાસ્પદ ગણાવ્યું છે.
તમામ ૨૧ અરજીઓ ફગાવી, પત્નીને પણ દંડ
મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના વકીલે મીડિયા એજન્સી ANI સાથેની વાતચીતમાં આ કોર્ટ ઓર્ડર (Court Order) ની પુષ્ટિ કરી છે. હાઈકોર્ટે રાજપાલ યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ ૨૧ પિટીશન (Petitions) ને ફગાવી દીધી છે અને સેસન્સ કોર્ટ (Sessions Court) ના આદેશને માન્ય રાખ્યો છે. અદાલતે તેમને પ્રત્યેક કેસમાં ૩ મહિનાની જેલની સજા (Imprisonment) અને ₹૧.૦૫ કરોડનો દંડ ભરવા આદેશ કર્યો છે. આ કેસમાં તેમની પત્ની રાધા રાજપાલ યાદવ પણ આરોપી છે, જેમને કોર્ટે દરેક કેસમાં ₹૫ લાખનો પેનલ્ટી (Penalty) ફટકારી છે. અભિનેતાના વકીલે પ્રોબેશન (Probation) પર મુક્તિની માંગ કરી હતી જેને જસ્ટિસે સરેઆમ ફગાવી દીધી હતી.
"૫ વાર જેલ જઈશ, પણ એક ધેલો નહીં આપું"
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજપાલ યાદવના એ કથિત નિવેદનની ગંભીર નોંધ (Strict Cognizance) લીધી હતી, જેમાં તેમણે અગાઉ અહંકાર સાથે કહ્યું હતું કે, "હું પાંચ વાર જેલ જવા તૈયાર છું, પણ એક પૈસો નહીં આપું." કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે અભિનેતાએ અદાલત સમક્ષ કરેલા વાયદાઓ વારંવાર તોડ્યા છે અને કાયદાની મજાક ઉડાવી છે. જોકે, હાઈકોર્ટે રાજપાલ યાદવને આ ચુકાદાને સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં પડકારવા અથવા આદેશનું પાલન કરવા માટે ૨ મહિનાનો સમય (Grace Period) આપ્યો છે.
૨૦૧૮ માં પણ કાપી ચૂક્યા છે જેલની સજા
રાજપાલ યાદવ માટે લીગલ ટ્રબલ (Legal Trouble) નવી નથી. આ પહેલાં નવેમ્બર ૨૦૧૮માં ₹૫ કરોડની મૂળ લોન ન ચૂકવી શકવાને કારણે દિલ્હી હાઈકોર્ટે તેમને ૩ મહિનાની સિવિલ જેલ (Civil Imprisonment) ની સજા ફટકારી હતી અને તિહાર જેલમાં જવું પડ્યું હતું. હવે જો સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે, તો બોલિવૂડના આ કલાકારે ફરી જેલના સળિયા ગણવા પડશે.

