Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rajpal Yadav will go to jail again

VIDEO: રાજપાલ યાદવ ફરી જેલ જશે

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ફરી જેલ જવુ પડશે.... દિલ્હી  હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવની સજાને યથાવત રાખતા તેમને ફરીથી જેલ મોકલવાનો આદેશ આપ્યો છે.. તેમના વર્તનને શંકાસ્પદ ગણાવીને ફરી ત્રણ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ મામલામાં એક્ટર રાજપાલ યાદવનું વલણ શંકાસ્પદ રહ્યું છે. આ આખો કેસ વર્ષ ૨૦૧૦નો છે, જ્યારે રાજપાલ યાદવે પોતાની નિર્દેશિત પ્રથમ ફિલ્મ 'અતા પતા લાપતા' બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન થઈ શકી અને ત્યારબાદ તેઓ નિયત સમય પર લોન ચૂકવી શક્યા નહીં. આ જ કારણે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો.આ કેસમાં એપ્રિલ 2018માં નિચલી અદાલતે તેમને 6 મહિનાની સજા ફટકારી હતી

App Store