Video: સચિનના વારસાનું સન્માન

મુંબઈમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની શાનદાર કારકિર્દી અને વારસાને સમર્પિત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમમાં સચિનના યાદગાર ક્રિકેટ બેટ અને અમૂલ્ય સ્મૃતિચિહ્નોનું જાહેર પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. સચિને પોતાની કારકિર્દી દરમિયાન ઉપયોગમાં લીધેલા બેટ સહિતની અનેક યાદગાર વસ્તુઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. ક્રિકેટપ્રેમીઓને હવે સચિનની ઐતિહાસિક સફર અને તેમની સિદ્ધિઓને નજીકથી નિહાળવાની તક મળશે. આ પહેલ દ્વારા ક્રિકેટના ભગવાન ગણાતા સચિનના યોગદાન અને ભારતીય ક્રિકેટમાં તેમના અમૂલ્ય વારસાને સન્માનિત કરવામાં આવ્યો છે.
જાહેરાત







