Video: અમદાવાદમાં મહર્ષિ વાલ્મીકિ જયંતીના અવસરે રૂચિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન

અમદાવાદમાં મહર્ષિ વાલ્મીકિ જયંતીના અવસરે રૂચિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું. મહર્ષિ વાલ્મીકિ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમના જીવન અને વિચારો સમાજને સદાચાર, સમાનતા અને માનવતાનો સંદેશ આપે છે. સન્માન સમારોહમાં મહર્ષિ વાલ્મીકિના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સંબોધન સાથે કાર્યક્રમમાં મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.






