મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આસામમાં મુસ્લિમોની વસ્તી 40 ટકા થઈ ગઈ, મારા માટે આ જીવન-મરણનો સવાલ'

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામમાં મુસ્લિમની વસ્તી ઝડપથી વધીને 40 ટકા થઈ હોવાનો દા

'આસામમાં મુસ્લિમોની વસ્તી 40 ટકા થઈ ગઈ, મારા માટે આ જીવન-મરણનો સવાલ'

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામમાં મુસ્લિમની વસ્તી ઝડપથી વધીને 40 ટકા થઈ હોવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રીએ રાંચીમાં કહ્યું હતું કે, 'ઝડપથી બદલાતી ડેમોગ્રાફી મારા માટે મોટો મુદ્દો છે. 1951ની સાલમાં આસામમાં મુસ્લિમોની વસ્તી 12 ટકા હતી, જે વધીને 40 ટકા સુધી પહોંચી છે. આપણે ઘણા જિલ્લાઓ ગુમાવ્યા છે. આ મારા માટે રાજકીય મુદ્દો નથી પરંતુ મારા માટે તો જીવન અને મરણનો સવાલ છે.

1 જુલાઈના રોજ હિમંત બિસ્વા સરમાએ કોઈ સમુદાયનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યુ હતું કે, 'એક વર્ગ ગુનાહિત પ્રવૃતિઓ કરે છે. જે લોકો એક ખાસ ધર્મ ધરાવતા હોવાથી આ ચિંતાનો વિષય છે. હું નથી કહી રહ્યો કે એક જ ધર્મના લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. પરંતુ લોકસભા ચૂંટણી પછી ઊભી થયેલી ઘણી ચિંતાજનક રહી છે.' 
 
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને આસામ ગણ પરિષદે કુલ 11 બેઠકો પર જીત મેળવી હતી. આ સિવાયની 3 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી. ઉત્તરપૂર્વ ભારતની 24 લોકસભા બેઠકો પર ભાજપે 15 બેઠકો પર જીત હાસલ કરી હતી.

આ સમાચાર શેર કરો