Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rush of customers outside Apple stores with the sale of the new iPhone 18 Pro Series

VIDEO: નવા iPhone 18 પ્રો સીરીઝના વેચાણ સાથે એપલ સ્ટોર્સ બહાર ગ્રાહકોની ભારે ભીડ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનું વેચાણ શરૂ થતાં જ Appleના ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. દેશભરના Apple સ્ટોર્સની બહાર લાંબી લાઇનો જોવા મળી રહી છે. નોઇડાના DLF Mall of Indiaમાં પણ iPhone ખરીદવા માટે ગ્રાહકોની મોટી ભીડ ઉમટી હતી. Appleએ ભારતમાં બંને નવા Pro મોડલનું વેચાણ 18 સપ્ટેમ્બરથી સવારે 8 વાગ્યાથી શરૂ કર્યું છે. વેચાણ શરૂ થાય તે પહેલાં જ અનેક ગ્રાહકો સ્ટોર બહાર પહોંચી ગયા હતા. નોઇડાના DLF Mall of India સ્થિત Apple Store પર સવારથી જ ગ્રાહકો લાઇનમાં જોવા મળ્યા હતા અને સ્ટોર ખુલ્યા બાદ મોટી સંખ્યામાં લોકો નવા iPhone ખરીદવા અંદર પહોંચ્યા હતા. અહીં એક ગ્રાહક પંજાબથી ખાસ નોઇડા પહોંચ્યો હતો. તે સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભો રહ્યો હતો. તેણે iPhone 18 Pro Maxના બે ફોન ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. પોતે પ્રથમ ખરીદનાર બનવા માટે ખાસ નોઇડા આવ્યો હોવાનું જણાવ્યું હતું.

App Store

નોઇડામાં આઇફોન સ્ટોર પર જોવા મળેલી લાંબી લાઇનો એક શહેર પૂરતા સીમિત નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિત દેશના અનેક શહેરોમાં Apple સ્ટોર્સ બહાર iPhone ચાહકોની લાંબી લાઇનો જોવા મળી છે. દિલ્હી ખાતે ગ્રાહકો વહેલી સવારથી સ્ટોર બહાર પહોંચ્યા હતા, જ્યારે મુંબઈમાં કેટલાક ખરીદદારો રાત્રિથી જ સ્ટોર બહાર રાહ જોઈ રહ્યા હતા. બેંગલુરુમાં પણ કેટલાક ગ્રાહકો સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા હોવાનું સામે આવ્યું છે. કેટલાક ગ્રાહકો માટે iPhoneનું લોન્ચ માત્ર નવો મોબાઇલ ખરીદવાનો પ્રસંગ નથી, પરંતુ દર વર્ષની જેમ ખાસ અનુભવ બની ગયો છે.

બેંગલુરુના એક ગ્રાહકે iPhone લોન્ચને ‘ફેસ્ટિવલ’ સાથે સરખાવ્યું અને કહ્યું કે તે લાંબા સમયથી દર વર્ષે iPhone ખરીદે છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકો માત્ર નવા iPhoneનો પ્રથમ અનુભવ મેળવવા માટે મોટા શહેરોના Apple સ્ટોર્સ સુધી પહોંચ્યા છે. નોઇડામાં પણ સ્ટોર ખુલ્યા બાદ સ્ટાફે ગ્રાહકોનું સ્વાગત કર્યું અને ખરીદદારોમાં નવા મોડલ હાથમાં લેવાની ઉત્સુકતા જોવા મળી. iPhone 18 Proની ભારતમાં શરૂઆતની કિંમત 1 લાખ 64 હજાર 900 રૂપિયા છે, જ્યારે iPhone 18 Pro Maxની શરૂઆતની કિંમત 1 લાખ 79 હજાર 900 રૂપિયા રાખવામાં આવી છે. બંને મોડલના પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થયા હતા અને હવે સત્તાવાર વેચાણ શરૂ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ વખતે ઊંચી કિંમત હોવા છતાં નવા iPhoneને લઈને ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈ પોતાના માટે ફોન લેવા પહોંચ્યું છે તો કોઈ પરિવારના સભ્યને ગિફ્ટ આપવા માટે પહોંચ્યા હતા. આમ આઅફોનનો ક્રેઝ એટલો વધી ગયો છે કે આ ફોનની ઉંચી કિંમત હોવા છતાં  લોકો ફોન મેળવવા પડાપડી કરે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati Newsiphone 18