VIDEO: સાબરકાંઠાની હરણાવ નદીમાં નવા નીરની આવકથી ખેડૂતો અને સ્થાનિકોમાં હર્ષોલ્લાસ
સોર્સ : gstv
સાબરકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડબ્રહ્મા પાસેથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં પાણીની આવક થતાં ધરોઈ જળાશયની જળસપાટી વધવાની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બોર-કૂવાના ભૂગર્ભ જળઊંચા આવશે. આનાથી આગામી સમયમાં સિંચાઈની સમસ્યા હલ થવાની શક્યતા ઊભી થતાં સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે.

