VIDEO: સાબરકાંઠાની વડાલીમાં આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી, કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધી
સોર્સ : gstv
સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે. પાલિકાની 20 બેઠકો પર કોંગ્રેસ અને 4 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. સામાન્ય સભા પહેલા કોંગ્રેસે 15થી વધુ વિજેતા સભ્યોને રાજસ્થાન ખસેડ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના હોદ્દા માટે પૂર્વ પ્રમુખ સહિતના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસમાં આંતરિક બબાલને કારણે વિજેતા ઉમેદવારો બે જૂથમાં વહેંચાયા છે. બપોરે 3 વાગ્યે પાલિકા કચેરી ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં સામાન્ય સભા યોજાશે, જે ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

