VIDEO: વડાલીના લખેડા તળાવમાં ડૂબી જવાથી ખેત મજૂરનું મોત, પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કઢાયો
સોર્સ : GSTV
સાબરકાંઠાના વડાલી તાલુકાના લખેડા તળાવમાં માછલી પકડવા જતા એક ખેત મજૂરનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. લખેડા કંપમાં ખેત મજૂરી કરતા ગુજરાભાઈ ગમાર તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વડાલી પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વડાલી પોલીસે મૃતદેહને વડાલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

