Video: તમિલનાડુમાં સૂરસમ્હારમ ઉત્સવની ભવ્ય ઉજવણી

તમિલનાડુના તિરુચેન્દુર સ્થિત અરુળમિગુ સુબ્રમણ્ય સ્વામી મંદિરમાં ભવ્ય સૂરસમ્હારમ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવના સાક્ષી બનવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભગવાન મુરુગનના દર્શન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને ધાર્મિક ઉત્સાહના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
જાહેરાત








