મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ખડગેની પીએમ મોદી પર ટિપ્પણીને લઈને ભાજપન કોંગ્રેસ પર પ્રહાર

સોર્સ: gstv

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની ટિપ્પણીને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે. ગિરિરાજ સિંહે ખડગેના નિવેદનની ટીકા કરતાં કોંગ્રેસના નેતૃત્વ અને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસને રાજકીય રીતે નબળી ગણાવી અને ભાજપની સરકાર અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગિરિરાજ સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી રાજકારણમાં રહેશે. તેમણે ખડગેને નેહરુ પરિવારની રાજકીય વિચારધારા પર ધ્યાન આપવાની ટકોર પણ કરી હતી. ખડગેના નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ઘમાસાણ વધુ તેજ બન્યું છે.

આ સમાચાર શેર કરો