મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અરુણાચલ સરહદે ચીન સાથે હજી પણ ઘર્ષણ ચાલુ છે: ખડગેએ મોદી સરકાર સામે ઉઠાવ્યા 3 સણસણતા સવાલો!

અરુણાચલ સરહદે ચીન સાથે હજી પણ ઘર્ષણ ચાલુ છે: ખડગેએ મોદી સરકાર સામે ઉઠાવ્યા 3 સણસણતા સવાલો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત-ચીન સરહદ પર અરુણાચલ પ્રદેશમાં થયેલા તણાવ અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ITBP ના DG શત્રુજીત કપૂરના તાજેતરના નિવેદન બાદ ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને 'ક્લિન ચીટ' આપવાનું બંધ કરવું જોઈએ અને દેશ સામે સાચું ચિત્ર રજૂ કરવું જોઈએ. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સુરક્ષા અને રાજનૈતિક જવાબદારીને લઈને ત્રણ તીખા સવાલો પૂછ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ 'X' પર કરી પોસ્ટ

રાષ્ટ્રીય સુરક્ષા: ડાંગમે અને ગલવાન બાદ શું અરુણાચલ પ્રદેશમાં ફરીથી સૈન્ય એન્કાઉન્ટર/ફેસઓફ થઈ રહ્યું છે? ઓગસ્ટમાં પણ ચીની ઘૂસણખોરીના અહેવાલો આવ્યા હતા. કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટોના 47 દિવસ વીતી ગયા છતાંય તણાવ કેમ યથાવત છે?. શું ભારતના પેટ્રોલિંગ કરવાના અધિકાર સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું છે?

આર્થિક સુરક્ષા: ગલવાનમાં 20 ભારતીય જવાનોના બલિદાન પછી પણ ચીનમાંથી આયાતમાં 102% નો ઉછાળો આવ્યો છે, અને વેપાર ખાધ (Trade Deficit) 155% વધીને 112.16 અબજ ડોલર થઈ ગઈ છે. શું 'મેક ઇન ઇન્ડિયા' હવે 'ઈમ્પોર્ટ ફ્રોમ ચાઇના' બની ગયું છે?

ખડગેએ સવાલો ઉઠાવતા કહ્યુ કે,દેશને અંધારામાં કેમ રખાઈ રહ્યો છે?: સરકારે આ મામલે દેશની જનતાને સત્ય જણાવવું જોઈએ.

આ સમાચાર શેર કરો