Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Former CM Mamata Banerjee's convoy attacked, protesters throw shoes and mud on car

VIDEO: West Bengal પૂર્વ CM મમતા બેનર્જીના કાફલા પર હુમલો, પ્રદર્શનકારીઓએ કાર પર ફેંક્યા પગરખાં અને કાદવ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ (West Bengal)ના ઉત્તર 24 પરગણા (North 24 Parganas) જિલ્લાના હલીશહર (Halisahar) વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) મમતા બેનર્જી (Mamata Banerjee)ના કાફલા (Convoy) પર ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ (Protesters)ના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. પ્રદર્શનકારીઓએ તેમની કાર પર કાદવ અને પગરખાં (Mud and Shoes) ફેંક્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.

App Store

મૃતક TMC કાર્યકરના ઘરે જતી વખતે બની ઘટના

મળેલી માહિતી મુજબ, પૂર્વ સીએમ મમતા બેનર્જી તાજેતરમાં જ મૃત્યુ પામેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના એક સ્થાનિક કાર્યકર (Party Worker)ના પરિવારજનોને સાંત્વના આપવા માટે તેમના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન હલીશહર પાસે અચાનક રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોના ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમના કાફલાને વચગાળાના રસ્તે જ રોકી લીધો હતો અને સૂત્રોચ્ચાર કરીને વાહનો પર હુમલો કરી દીધો હતો.

વિસ્તારમાં ભારે તણાવ: પોલીસ પહોંચી સ્થળ પર

પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રીની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી, તેના પર કાદવ ફેંક્યો અને પાણીની બોટલો, પગરખાં તથા ચંપલ વરસાવ્યા. આક્રોશિત ટોળાએ મમતા બેનર્જી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને ચોર અને ડાકુઓની રાણી જેવા મહેણાં માર્યા.

પરિસ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે તરત જ પોલીસ કાફલો પહોંચી ગયો અને કડક સુરક્ષા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીને તે વિસ્તારમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે આ આખો હંગામો એક મૃત પક્ષ કાર્યકરના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ શરૂ થયો હતો. મૃતકના પરિવારે સ્થાનિક પોલીસ પર કસ્ટડીમાં નિર્મમતાથી માર મારીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.