Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TMC MP Mitali Bagh, injured in fatal attack, casts her vote while sitting in a wheelchair

VIDEO: West Bengal election 2026 / જીવલેણ હુમલામાં ઇજાગ્રસ્ત TMC સાંસદ મિતાલી બાગે વ્હીલચેર પર બેસીને આપ્યો મત

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન હુગલી જિલ્લામાં એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. આરામબાગના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિતાલી બાગ વ્હીલચેર પર બેસીને પોતાનો મત આપવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મતદાનના બે દિવસ પહેલા જ તેમના પર ગોઘાટ વિસ્તારમાં કથિત રીતે જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. શારીરિક પીડા અને ઇજાઓ હોવા છતાં, મિતાલી બાગે લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અને વ્હીલચેર પર બેસીને મતદાન કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી હતી, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના વગર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.

App Store