VIDEO: West Bengal election 2026 / હુગલીના ખાનાકુલમાં મતદાન દરમિયાન ભાજપ અને TMCના પોલિંગ એજન્ટો વચ્ચે હિંસક અથડામણ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન હુગલી જિલ્લાના ખાનાકુલ મતવિસ્તારમાં હિંસક ઘર્ષણની ઘટના બની હતી. જો કે સુરક્ષા દળોએ તુરંત પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. ખાનાકુલ વિધાનસભા બેઠકના રામચંદ્રપુર આદર્શ વિદ્યાભવન ખાતે આવેલા બૂથ નંબર 147, 14A અને 148 પર ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના પોલિંગ એજન્ટો સામસામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે થયેલી આ અથડામણને કારણે મતદાન મથક પર ભારે અફરાતફરી અને તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ તાત્કાલિક દખલગીરી કરવી પડી હતી. હુગલી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી હોવા છતાં, રાજકીય જૂથો વચ્ચેના આ સંઘર્ષે મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી હતી.

