Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: West Bengal Elections 2026! 142 seats up for grabs in second phase, Mamata Banerjee casts her vote at Chakraberia

VIDEO: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026! બીજા તબક્કામાં 142 બેઠકો પર રસાકસી,મમતા બેનર્જીએ ચક્રબેરિયા ખાતે કર્યું મતદાન

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા અને અંતિમ તબક્કા માટે આજે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ તબક્કો રાજ્યની ભાવિ સરકાર નક્કી કરવા માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે, કારણ કે આજે કોલકાતા સહિત દક્ષિણ બંગાળની કુલ 142 બેઠકો પર મતાધિકારનો ઉપયોગ થઈ રહ્યો છે.

App Store

મમતા બેનર્જીનું મતદાન અને ભવાનીપુરની જંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આજે ભવાનીપુરના ચક્રબેરિયા સાર્વજનિક મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાનો મત આપ્યો હતો. ભવાનીપુર બેઠક આ આખી ચૂંટણીનું સૌથી હોટ સેન્ટર બની રહી છે. અહીં મમતા બેનર્જીનો સીધો મુકાબલો ભાજપના કદાવર નેતા સુવેન્દુ અધિકારી સાથે છે. આ બેઠક પરનો જંગ માત્ર સત્તા માટે નહીં પરંતુ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે, જેના કારણે સમગ્ર દેશની નજર આ પરિણામ પર છે.

ચુસ્ત સુરક્ષા અને મતદારોનો પ્રતિસાદ
કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે કેન્દ્રીય સુરક્ષા દળો અને રાજ્ય પોલીસની હજારો કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે મતદારોમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે અને સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પરિણામની દેશમાં પ્રતીક્ષા
આજના મતદાન સાથે જ પશ્ચિમ બંગાળમાં લોકશાહીના મહાપર્વની પ્રક્રિયા પૂર્ણ થશે. તમામ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ (EVM)માં કેદ થઈ જશે. આ હાઈ-વોલ્ટેજ ચૂંટણીના પરિણામો આગામી 4 મેના રોજ જાહેર થશે, જે નક્કી કરશે કે બંગાળની જનતા ફરી એકવાર 'દીદી' ને શાસન સોંપે છે કે પરિવર્તનની લહેર ભાજપને સત્તાના શિખર પર બેસાડે છે.