Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Flood-like conditions in Rudraprayag, Alaknanda and Mandaki crossing dangerous levels

VIDEO: રુદ્રપ્રયાગમાં જળપ્રલય જેવી સ્થિતિ, અલકનંદા અને મંદાકિની ભયજનક સપાટી વટાવી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સતત થઈ રહેલા મુસળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના પરિણામે અલકનંદા અને મંદાકિની બંને પવિત્ર નદીઓની જળસપાટીમાં સતત અને ભયજનક વધારો નોંધાઈ રહ્યો છે.

App Store

નદીઓમાં આવેલા પૂરના પાણી કાંઠા વિસ્તારમાં આવેલા અનેક રહેણાંક મકાનોમાં ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને તાકીદનું એલર્ટ જારી કર્યું છે.

પ્રશાસન દ્વારા નદી કિનારે રહેતા તમામ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને કોઈપણ સંજોગોમાં સંવેદનશીલ કે જોખમી વિસ્તારો તરફ ન જવાની મજબૂત અપીલ કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.