VIDEO: રુદ્રપ્રયાગમાં ટ્રક ખીણમાં ખાબક્યો
સોર્સ : gstv
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં તરસાળી-ફાટા રોડ પર એક અનિયંત્રિત ટ્રક અચાનક ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ ભયાનક અકસ્માતમાં ટ્રકમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને રાહત કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ ખીણમાંથી બંને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

