Video: તૂથૂકુડીમાં વાવાઝોડાની ચેતવણીને પગલે માછીમારો

તમિલનાડુના તૂથૂકુડી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને ભારે પવનની આગોતરી ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં ઉછળતા ઊંચા મોજાં અને પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે મશિનરી બોટ માછીમારોને દરિયામાં ન જવાની સખત સૂચના આપવામાં આવી છે. આ સૂચના બાદ તૂથૂકુડી મત્સ્ય બંદર પર સોથી વધુ યાંત્રિક બોટો કિનારે જ લંગારેલી રાખવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દરિયાઈ પ્રવૃત્તિઓ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. માછીમારો પણ પોતાના જીવ અને બોટોના રક્ષણ માટે કિનારે રોકાઈને હવામાન સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે.






