મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સાહિબાબાદ હોટેલમાં લાગી ભીષણ આગ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત સાહિબાબાદ સાઇટ વિસ્તારમાં આવેલી ‘બનાના ટ્રી’ હોટેલના ત્રણ માળ પર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. હોટેલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી.

આ સમાચાર શેર કરો