Video: એલ્યુમિનિયમના વરખથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંની આશંકા

હૈદરાબાદમાં ખાદ્ય પદાર્થોમાં અસલી ચાંદીના વરખના બદલે એલ્યુમિનિયમના વરખ અને ફ્લેક્સનો ઉપયોગ થતો હોવાની માહિતીના આધારે ટાસ્ક ફોર્સે દરોડા પાડ્યા છે. ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમના વરખનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી થતી હોવાની આશંકા છે. આ મામલે હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગેરકાયદે રીતે એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી છે. હૈદરાબાદ પોલીસ કમિશનર ડૉ. મહેશ મુરલીધર ભગવતે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
જાહેરાત








