VIDEO:ગંગટોક-સિલીગુડી માર્ગે પરિવાર લાપતા! તિસ્તા નદી કિનારે સર્ચ ઓપરેશન તેજ
ગંગટોકથી સિલીગુડી જઈ રહેલો એક પરિવાર રહસ્યમય સંજોગોમાં લાપતા થતા ભારે ચકચાર મચી ગઈ છે. પરિવારનો સંપર્ક તૂટી ગયાના અહેવાલો મળતા જ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પાયે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ શોધખોળ મુખ્યત્વે તિસ્તા નદીના કિનારાના વિસ્તારોમાં કેન્દ્રિત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર મુસાફરી દરમિયાન અચાનક ગાયબ થઈ ગયો હતો અને તેમનું વાહન પણ મળી આવ્યું નથી. જિલ્લા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અને સ્થાનિક રેસ્ક્યુ ઓપરેટર્સ તિસ્તા નદીના આસપાસના જોખમી વિસ્તારોમાં સઘન સર્ચ કરી રહ્યા છે. નદીમાં પાણીનું સ્તર અને ભૂપ્રદેશની જટિલતાને કારણે શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા પરિવાજનોની શોધ માટે ડ્રોન અને બોટની મદદ પણ લેવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે ચિંતાનું વાતાવરણ છે અને વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

