Maharashtra News: નાંદેડમાં મોટી દુર્ઘટના; મજૂરોને લઇને જતું ટ્રેક્ટર કુવામાં પડ્યું, 8 લોકોના મોત

મહારાષ્ટ્રના નાંદેડમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. મહિલા મજૂરોને લઇને જતુ એક ટ્રેક્ટર કુવામાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ ઘટના નાંદેડના અલેગાંવ શિવરામાં બની છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલીક મહિલાઓ કુવામાં ફસાયેલી હોઇ શકે છે. ઘટનાસ્થળે બચાવકામ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર, ઘટના નાંદેડના અલેગાંવમાં સવારે 9 વાગ્યે બની હતી. હિંગોલી જિલ્લામાં એક ટ્રેક્ટર પર સવાર થઇને મહિલા મજૂરો ખેતરમાં જતી હતી. રસ્તામાં કૂવો હતો જેનો અંદાજો ડ્રાઇવરને ના થતા ટ્રેક્ટર સીધુ કુવામાં ખાબક્યું હતું.
ટ્રેક્ટર કુવામાં પડતા જ આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે કેટલીક મહિલાઓ કુવામાં ડુબી ગઇ હતી. મોતનો આંકડો વધી શકે છે. કુવામાં ફસાયેલી મહિલાઓનું રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બચાવ અભિયાન દરમિયાન કેટલીક મહિલાઓને બચાવવામાં સુરક્ષા કર્મીઓને સફળતા મળી છે.

