Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Due to the rain, the low-lying roads including the busy Mahatma Gandhi Marg in Delhi were flooded.

VIDEO: વરસાદના લીધે દિલ્હીના વ્યસ્ત એવા મહાત્મા ગાંધી માર્ગ સહિતના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર ના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે મુસળધાર વરસાદ શરૂ થયો છે. આ વરસાદને કારણે દિલ્હીવાસીઓને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી મોટી રાહત મળી છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જોકે, વરસાદના લીધે દિલ્હીના વ્યસ્ત એવા મહાત્મા ગાંધી માર્ગ સહિતના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વિઝ્યુઅલ્સમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડતી અને સવારના સમયે ટ્રાફિકજામ સર્જાતો જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અને મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

App Store