Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dharmendra Pradhan resigns;Surrender or masterstroke strategy by Modi govt?

NEET વિવાદમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: મોદી સરકારનું આ સરન્ડર કે પછી માસ્ટરસ્ટ્રોક સ્ટ્રેટેજી ?

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
NEET વિવાદમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: મોદી સરકારનું આ સરન્ડર કે પછી માસ્ટરસ્ટ્રોક સ્ટ્રેટેજી ?
સોર્સ : gstv

"ઝૂકે છે દુનિયા, ઝુકાવનાર જોઈએ!" - NEET-UG પેપર લીક (Paper Leak) વિવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજીત દીપકેનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષમાં ઉજવણીનો માહોલ છે કે તેમણે મોદી સરકારને ઘૂંટણિયે લાવી દીધી છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ખરેખર આ વિરોધ-પ્રદર્શને પીએમ નરેન્દ્ર મોદીની ‘સ્ટ્રોંગ-મેન’ (Strong-man) વાળી છબીને ઝુકાવી દીધી છે? કે પછી આ રાજીનામું કોઈ ઝુકાવ નહીં, પરંતુ સરકારનો એક બહુ મોટો, વિચારાયેલો ડેમેજ કંટ્રોલ (Damage Control) અને પોલિટિકલ સ્ટ્રેટેજી (Political Strategy) નો ભાગ છે?

App Store

૩ મેના રોજ આશરે ૨૨ લાખ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી NEET-UG પરીક્ષાથી લઈને ટેલિગ્રામ (Telegram) પર લીક થયેલા PDF, CBI રેડ્સ, જંતર-મંતર પર ભડકેલું આંદોલન અને અંતે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધીનો આખો ઘટનાક્રમ દર્શાવે છે કે સરકારો સંકટના સમયે કેવી રીતે રિએક્ટ (React) કરે છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં મોદી સરકારના ક્રાઈસિસ મેનેજમેન્ટ (Crisis Management) અને નિર્ણય લેવાની પદ્ધતિને ૧૦ મોટા મુખ્ય મુદ્દાઓ (Key Takeaways) દ્વારા સમજી શકાય છે:

શરૂઆતમાં સમસ્યાને હળવાશથી લેવી (Initial Underestimation)

૩ મેના રોજ પરીક્ષા પૂર્ણ થતાં જ વ્હિસલબ્લોઅર્સ (Whistleblowers) અને કોચિંગ શિક્ષકોએ વોટ્સએપ અને ટેલિગ્રામ પર લીક થયેલા પેપરના સ્ક્રીનશોટ NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ને મોકલ્યા ત્યારે તેને ખૂબ જ હળવાશથી લેવામાં આવ્યા. તંત્રે તેને 'સ્થાનિક ગડબડ' કે અફવા ગણાવીને ટાળવાનો પ્રયાસ કર્યો. જો શરૂઆતમાં જ આ સમસ્યાની ગંભીરતા સમજી લીધી હોત, તો મામલો આટલો ઉગ્ર બન્યો ન હોત.

સરકારી પ્રતિસાદમાં વિલંબ (Delayed Government Response)

લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર હતું, પરંતુ મંત્રાલય કે NTA તરફથી કોઈ ત્વરિત એક્શન (Quick Action) ન દેખાયા. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી આરોપીઓની ધરપકડ અને CBI તપાસની માગ વધી ત્યારે પણ સરકારી તંત્ર તપાસ-તપાસની રમત રમતું રહ્યું. સંસદીય સમિતિ સામે પણ પેપર લીક ન થયાનો દાવો કરાતો રહ્યો, જેનાથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ સાવ તૂટી ગયો.

સિસ્ટમ સુધારવાને બદલે ડિફેન્સિવ મોડ (Defensive Approach)

જ્યારે સવાલો ઉઠ્યા ત્યારે સરકારની પ્રાથમિકતા સિસ્ટમ રિફોર્મ (System Reform) કરવાને બદલે એજન્સીનો બચાવ કરવાની હતી. પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર કહેવાયું કે 'પરીક્ષાની નિષ્પક્ષતા સાથે કોઈ સમાધાન નથી થયું.' પરંતુ કોર્ટ અને મીડિયામાં તથ્યો સામે આવ્યા બાદ સરકારનો આ બચાવત્મક અભિગમ જ તેના પર ભારે પડ્યો.

વિદ્યાર્થીઓ સાથે કમ્યુનિકેશન ગેપ (Communication Gap)

૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં હતા, પરંતુ મંત્રાલય તરફથી કોઈ સીધો અને સ્પષ્ટ સંવાદ (Direct Communication) થઈ રહ્યો નહતો. સમયસર યોગ્ય માહિતી ન મળવાને કારણે સોશિયલ મીડિયા પર અફવાઓ ઝડપથી ફેલાઈ અને વિદ્યાર્થીઓમાં અસંતોષ વધતો ગયો.

પબ્લિક પ્રેશર સામે રણનીતિ બદલવી (Pushed by Public Pressure)

દિલ્હીના જંતર-મંતર પર જ્યારે વિદ્યાર્થીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઈ, ત્યારે સરકારે પોતાની જીદ છોડવી પડી. NTA માં ફેરફાર અને સુધારાની વાતો સ્વીકારવી પડી. આ બાબત સાબિત કરે છે કે જનતાનું દબાણ (Public Pressure) વધે ત્યારે કડકમાં કડક વલણ પણ બદલવું પડે છે.

"મોદી સરકાર પોતાના નિર્ણયો પર અડીખમ રહેવા માટે જાણીતી છે, પરંતુ આ કેસમાં સરકારે ફ્લેક્સિબિલિટી (Flexibility) દર્શાવી છે."

સરકારની Flexibility

ભલે પૂર્વ ISRO ચીફ કે. રાધાકૃષ્ણન કમિટીની ભલામણો લાગુ કરવામાં આવી હતી, છતાં 'કમાન્ડ ચેઈન' (Command Chain) માં ચૂક સ્વીકારવામાં આવી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારવું એ દર્શાવે છે કે સરકાર પ્રજાના મૂડને જોઈને પોતાની સ્ટ્રેટેજી (Strategy) બદલવામાં અચકાતી નથી.

લો એન્ડ ઓર્ડર અને અરાજકતાનો ભય (Law and Order Risk)

જંતર-મંતર પર વધતું આંદોલન સરકાર માટે લાલબત્તી સમાન હતું. જો આ આક્રોશ વધુ ભડક્યો હોત તો દેશભરમાં કાયદો અને વ્યવસ્થા (Law & Order) ની ગંભીર સ્થિતિ સર્જાઈ શકી હોત. ગુપ્તચર એજન્સીઓ (Intelligence Agencies) ના ઇનપુટ્સ હતા કે ઉગ્ર સંગઠનો આ આંદોલનની આડમાં હિંસા ફેલાવી શકે છે. તેથી સરકારે યોગ્ય સમયે રાજકીય ટાર્ગેટ બનેલા શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈને આંદોલનની હવા જ કાઢી નાખી.

ભૂલ સ્વીકારવામાં અચકાટ નહીં (Accepting Failure)

ધર્મેન્દ્ર પ્રધાને ખુલ્લેઆમ કહ્યું કે "રાધાકૃષ્ણન કમિટીની સલાહો છતાં કમાન્ડ ચેઈન તૂટી છે, જેની જવાબદારી અમે લઈએ છીએ." સરકારે પોતાની નિષ્ફળતા માની, ૩ મેની એક્ઝામ કેન્સલ કરી, CBI તપાસ સોંપી અને મંત્રીનું રાજીનામું લઈને ભૂલ સુધારવાનો સંદેશ આપ્યો.

લોંગ-ટર્મ ગવર્નન્સ વિઝન (Long-Term Governance Vision)

તાત્કાલિક વિવાદ શમાવવાની સાથે સરકારે પોતાના લોંગ-ટર્મ વિઝન પર કામ શરૂ કર્યું. ૨૦૨૭થી NEET ને સંપૂર્ણપણે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT Mode) માં બદલવાની જાહેરાત કરી, જેથી પેપર લીકની ગુંજાઈશ જ ન રહે.

પક્ષ કે મંત્રી કરતાં 'કોર એજન્ડા' મોટો (Core Agenda Over Individuals)

આ સમગ્ર ઘટનાક્રમનો સૌથી મોટો મેસેજ એ છે કે પીએમ નરેન્દ્ર મોદીના ગવર્નન્સ એજન્ડા (Governance Agenda) અને સરકારની વિશ્વસનીયતાથી મોટો કોઈ મંત્રી કે ચહેરો નથી. જ્યારે દેશના કરોડો યુવાનોના ભરોસાની વાત આવી, ત્યારે સિનિયર નેતા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં પણ સહેજ પણ વિલંબ કરાયો નહીં.

સરન્ડર કે રણનીતિ?

તો શું આ સરકારનું સરન્ડર (Surrender) છે? જવાબ છે- ના. આ સરન્ડર કરતાં વધુ એક રણનૈતિક નિર્ણય (Strategic Decision) છે. વિપક્ષી દળો કે આંદોલનકારીઓ ભલે તેને પોતાની જીત ગણાવે, પરંતુ રાજકારણમાં એક કદમ પાછળ હટાવીને ભવિષ્ય માટે મજબૂત પાયો નંખાતો હોય છે. મોદી સરકારે આ પહેલાં પણ જમીન અધિગ્રહણ બિલ અને કૃષિ કાયદાના કિસ્સામાં પોતાના પગ પાછા ખેંચ્યા છે.

પ્રધાનનું રાજીનામું લઈને મોદી સરકારે આ વિવાદને લાંબા સમય સુધી ખેંચાતો રોકી દીધો, લો એન્ડ ઓર્ડરના મોટા ખતરાને ટાળી દીધો અને દેશના યુવાનોને સંદેશ પણ આપી દીધો કે તેમના ભરોસા સામે કોઈ પણ મંત્રી મોટો નથી.

બસ, આ સમગ્ર ઘટનાક્રમમાં એક જ કસર બાકી રહી ગઈ કે – જે આજે થયું, તે થોડું વહેલું થઈ જવું જોઈતું હતું. જેમ કે વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ સોશિયલ મીડિયા પર લખ્યું: 'દેર આયે, દુરુસ્ત આયે'