Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big win for NEET movement! On Dharmendra Pradhan's resignation, Sonam Wangchuk said - 'This is the victory of the people's voice'

NEET આંદોલનની મોટી જીત! ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકે કહ્યું- 'આ જનતાના અવાજનો વિજય છે'

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
NEET આંદોલનની મોટી જીત! ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકે કહ્યું- 'આ જનતાના અવાજનો વિજય છે'
સોર્સ : gstv

દેશભરમાં NEET-UG પરીક્ષા સંબંધિત વિવાદો અને વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ પર જાણીતા સામાજિક કાર્યકર્તા અને અનશન કરનાર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ નિર્ણયને ભારતીય લોકશાહી અને જનતાના અવાજની બહુ મોટી સફળતા ગણાવી છે.

App Store

પ્રત્યક્ષ લોકશાહી અને અહિંસક લડતનો વિજય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના વિચારો રજૂ કરતા સોનમ વાંગચુક જણાવ્યુ હતું કે, ‘આ જીત સીધી રીતે શેરીઓમાંથી ઊભી થયેલી પ્રત્યક્ષ લોકશાહીની તાકાત દર્શાવે છે. આ દેશના યુવાનો અને નાગરિકોના અવિરત સંઘર્ષ, અહિંસક વિરોધ અને અનંત ધીરજનું પરિણામ છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં જનતાનો અવાજ સર્વોપરી છે અને જ્યારે લોકો એકજૂથ થઈને શાંતિપૂર્ણ માર્ગે પોતાની ન્યાયી માંગણીઓ રજૂ કરે છે, ત્યારે સરકારે પણ ઝુકવું પડે છે.’

પોતાના સંદેશામાં વાંગચુક ખાસ કરીને CJP (કોકરોચ જનતા પાર્ટી)ના કાર્યકરો તેમજ દેશના Gen Z અર્થાત યુવા વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘આ યુવાનોએ કોઈ પણ ડર વગર શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને પોતાના અધિકારો માટે સતત અવાજ ઉઠાવ્યો છે. તેની સાથે જ તેમણે દેશના એ તમામ જાગૃત નાગરિકોનો પણ આભાર માન્યો હતો જેમણે આ આંદોલનને પોતાનો અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ ટેકો આપ્યો હતો.’

પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતાની માગ

આ ઘટનાક્રમને માત્ર એક શરૂઆત ગણાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘શિક્ષણ મંત્રીનું રાજીનામું એ માત્ર જવાબદેહી નક્કી કરવાનો પ્રથમ તબક્કો છે. ખરી સફળતા ત્યારે મળશે જ્યારે સરકાર દેશની પરીક્ષા પદ્ધતિમાં સંપૂર્ણ પારદર્શિતા લાવશે.’

તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘હવે સમય માત્ર જવાબદેહી સુધી સીમિત રહેવાનો નથી, પરંતુ પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ રોકીને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક અને નક્કર સુધારા કરવાનો છે, જેથી દેશના કરોડો વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે.’