Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : External Affairs Ministry's major statement on the NEET movement, said it was unaware of foreign involvement

NEET આંદોલન પર વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, વિદેશી સંડોવણી અંગે અજાણ હોવાનું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
NEET આંદોલન પર વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, વિદેશી સંડોવણી અંગે અજાણ હોવાનું કહ્યું
સોર્સ : gstv

દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં વિદેશી ફંડિંગ કે વિદેશી ભાગીદારી અંગે વિદેશ મંત્રાલય (MEA)એ સ્પષ્ટતા કરી છે. શુક્રવારે યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે વિદેશી ફંડિંગ અને સંડોવણી અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ મામલે તેમની પાસે શેર કરવા માટે કોઈ માહિતી નથી.

App Store

https://x.com/DDIndialive/status/2080666047938711650#

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે આંદોલન ઉગ્ર

રાજકીય કટાક્ષ જૂથ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના નેતૃત્વ હેઠળ 6 જૂનથી આ પ્રદર્શન શરૂ થયું હતું, જ્યારે તેના સ્થાપક અભિજિત દીપકે અમેરિકાથી ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ 28 જૂને પ્રખ્યાત શિક્ષણવાદી અને આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુક અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર ઉતરતા આ આંદોલનને મોટો વેગ મળ્યો હતો.

વાંગચુકે 23 જુલાઈએ તેમના ઉપવાસ પૂરા કર્યા હતા. આ આંદોલનની મુખ્ય માગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતુ અને આજે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. 30 વર્ષીય નેતા અભિજિત દીપકે શુક્રવારે જણાવ્યું હતું કે જો સરકાર આ પ્રદર્શનનો ઉકેલ ઇચ્છતી હોય, તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ એકમાત્ર રસ્તો છે. આજે તેનું પરિણામ સામે આવી ગયુ.

સરકાર સાથે સમાધાન અને સોનમ વાંગચુકના ઉપવાસનો અંત

કેન્દ્ર સરકાર તરફથી ત્રણ લેખિત આશ્વાસન મળ્યા બાદ સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ તોડ્યા હતા. સરકારે પ્રદર્શનકારીઓ સામે કોઈ કેસ ન નોંધવા, પરીક્ષા સુધારણા અને પેપર લીક પર સંસદમાં વિગતવાર ચર્ચા કરવા તેમજ NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવા વિચારણા કરવાની બાંહેધરી આપી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News