Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Everything stopped but the paper leak didn't stop; Slashed at Rahul Gandhi's government over NEET protest

VIDEO: બધું બંધ થયું પણ પેપર લીક બંધ ન થયું; NEET વિરોધ પ્રદર્શન મુદ્દે રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના જંતર-મંતર પર NEET પ્રવેશ પરીક્ષામાં થયેલી કથિત ગડબડીઓ અને પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. પ્રદર્શનને કાબૂમાં લેવા માટે સરકારે પાટનગરમાં કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે, જેમાં દિલ્હીના 18 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

App Store

મેટ્રો બંધ કરો, રસ્તા બંધ કરો, દુકાનો બંધ કરો, નેટ બંધ કરો અને ખાવાનું બંધ કરો. બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પેપર લીક બંધ ન થઈ શક્યું : રાહુલ ગાંધી

પેલેટ ગનના ઉપયોગથી વિદ્યાર્થીએ દ્રષ્ટિ ગુમાવ્યાનો આરોપ

આ પહેલા શુક્રવારે પણ રાહુલ ગાંધીએ પેપર લીક સામે પ્રદર્શન કરી રહેલા યુવાનોના સમર્થનમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈને પ્રદર્શન કરી રહેલા યુવાનો પર સુરક્ષા દળો દ્વારા પેલેટ ગન છોડવામાં આવી હતી.

પેલેટ ગનનો ઉપયોગ: રાહુલ ગાંધીએ દાવો કર્યો કે પ્રદર્શન કરી રહેલા હજારો યુવાનો પર લકાડીઓથી હુમલો કરાયો અને પેલેટ ગન ચલાવવામાં આવી.

ગંભીર ઈજા: પેલેટ ગનના હુમલામાં એક યુવાન વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા પહોંચી છે અને તેની જોવાની ક્ષમતા (દ્રષ્ટિ) જતી રહી છે.

સરકારના દાવા પર સવાલ: સરકાર ભલે દાવા કરે કે પેલેટ ગન નથી વપરાઈ, પરંતુ સત્ય દેશની સામે છે. મને ખાતરી નથી કે આ યુવાન તેની આંખોની રોશની પાછી મેળવી શકશે કે નહીં.