VIDEO: અશોક ગેહલોતનો મોટો ધડાકો: 'હું કોંગ્રેસ અધ્યક્ષ બનવાનો જ હતો, પણ કાવતરાએ બધું બદલી નાખ્યું'
સોર્સ : GSTV
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે વધુ એક વખત એ જૂનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા-બનતા રહી ગયા હતા. ગેહલોતનું કહેવું છે કે, 'મારા અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ એક આયોજિત ષડયંત્રના કારણે બધું જ બદલાઈ ગયું અને, આજે પણ લોકો આ મામલાનું અસલી સત્ય જાણતા નથી. હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઈ રહ્યો હતો અને સોનિયા ગાંધી તેમજ પાર્ટી નેતૃત્વએ આ પદ માટે મારી પસંદગી કરી લીધી હતી. પરંતુ અચાનક બદલાયેલા ઘટનાક્રમ અને એક કથિત કાવતરાના કારણે આ પદ મળી શક્યુ ન હતું.' પાર્ટીએ રાજસ્થાનમાં નિરીક્ષકો મોકલ્યા, એટલે કે એવા નેતાઓ જે ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરવા આવ્યા હતા. આ પછી સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ.

