VIDEO: અશોક ગેહલોતે રાજસ્થાનની વર્તમાન ભાજપ સરકારની નીતિઓની કરી ટીકા
સોર્સ : GSTV
અજમેરની મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનની વર્તમાન ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે નવી સરકાર અગાઉની કોંગ્રેસ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના નામ બદલી રહી છે અથવા તેને બંધ કરી રહી છે. ગેહલોતે 'રાઈટ ટુ હેલ્થ' અને ચિરંજીવી યોજના જેવી મહત્વની યોજનાઓ ચાલુ રાખવા પર ભાર મૂકતા કહ્યું કે જનહિતના કાર્યોમાં રાજકારણ ન હોવું જોઈએ.આ ઉપરાંત, તેમણે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા વિશ્વ શાંતિની પક્ષધર રહી છે અને આ સંઘર્ષમાં ભારતે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

