Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Education Minister Dharmendra Pradhan resigned

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું ધડાકાભેર રાજીનામું! NEET વિવાદ સામે ઝૂકી મોદી સરકાર

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું ધડાકાભેર રાજીનામું! NEET વિવાદ સામે ઝૂકી મોદી સરકાર
સોર્સ : gstv

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે. NEET-UG પરીક્ષામાં થયેલી ગડબડને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી અને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ભાવુક પત્રમાં તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમણે પહેલા દિવસથી જ આ વિવાદ અંગે નૈતિક જવાબદારી સ્વીકારી હતી અને તેઓ ક્યારેય પોતાની જવાબદારીમાંથી ભાગ્યા નથી.

App Store

"NEET પરીક્ષામાં ગડબડ બાદ સતત પગલાં લીધા"

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં લખ્યું કે, 3 મે, 2026ના રોજ યોજાયેલી NEET-UGની પરીક્ષામાં ગડબડ સામે આવ્યા બાદ સરકારે ત્વરિત સંજ્ઞાન લઈને મામલો CBIને સોંપ્યો હતો અને પરીક્ષા રદ્દ કરીને ફરીથી યોજવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, આગામી વર્ષથી આ પરીક્ષા CBT (કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) મોડમાં લેવાનો નિર્ણય કરાયો. 21 જૂન, 2026ના રોજ ફરીથી સફળતાપૂર્વક પરીક્ષા લેવાઈ અને 16 જુલાઈએ પરિણામ જાહેર કરાયું, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિના મેધાવી વિદ્યાર્થીઓને સફળતા મળી.

"રાષ્ટ્રવિરોધી તાકાતો ફાયદો ન ઉઠાવે એટલે આપ્યું રાજીનામું"

રાજીનામું આપવાનું કારણ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું: "પહેલા જ દિવસથી મેં આ મામલે જવાબદારી સ્વીકારી છે અને આ પરિસ્થિતિમાંથી ક્યારેય મોં ફેરવ્યું નથી. મારો સંકલ્પ હતો કે પરીક્ષા માફિયાના કારણે કોઈ મેધાવી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા ન દઈએ. પરંતુ જંતર-મંતર અને દેશમાં જે સ્થિતિ બની છે, તેનો રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ કાનૂની ગૂંચવણોમાં ન અટવાય તે માટે મેં મારો રાજીનામાનો પત્ર માનનીય વડાપ્રધાનજીને મોકલી આપ્યો છે."

યુવાનો અને વડાપ્રધાનનો માન્યો આભાર

પોતાના પત્રના અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને દેશના યુવાધનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે હંમેશાં સમર્પિત રહેશે.