Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Get the message across to the Prime Minister, nothing short of Dharmendra Pradhan's resignation is acceptable"; CJP's big statement from Jantar-Mantar

"વડાપ્રધાન સુધી મેસેજ પહોંચાડી દો, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કશું જ મંજૂર નથી"; જંતર-મંતરથી CJP નું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
"વડાપ્રધાન સુધી મેસેજ પહોંચાડી દો, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કશું જ મંજૂર નથી"; જંતર-મંતરથી CJP નું મોટું નિવેદન
સોર્સ : gstv

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે શુક્રવારે (24 જુલાઈ) બીજા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કોકરોચ જનતા પાર્ટી તરફથી પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરભ દાસ હાજર રહ્યા હતા. આ ચર્ચા દરમિયાન કેટલાક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

App Store

શનિવારે બપોરે 3:30 વાગ્યે ફરી બેઠક

જંતર-મંતર પર પહોંચીને આશુતોષ રાંકાએ આંદોલનકારીઓને માહિતી આપી હતી કે, સરકારે શનિવારે (25 જુલાઈ) બપોરે 3:30 વાગ્યે ફરીથી વાતચીત માટે બોલાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હવે વધુ સમય બગાડી શકાય તેમ નથી અને જો આગામી 1-2 દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ કરવામાં નહીં આવે, તો 20 જુલાઈ કરતા પણ મોટું દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.

વડાપ્રધાન સુધી મેસેજ પહોંચાડવા અપીલ

આશુતોષ રાંકાએ ઉમેર્યું હતું કે, 'અમે સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ વડાપ્રધાન મોદીને જણાવી દે કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કશું જ મંજૂર નથી.' તેમણે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે, આગામી બેઠકમાં તેઓ રાજીનામા સાથે જ પાછા ફરશે અને સંઘર્ષની જીત ખૂબ નજીક છે.