Video: મહારાષ્ટ્રના ભાયંદરમાં ગેલેરી ધરાશાયી થતાં જોખમી બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું

મહારાષ્ટ્રના ભાયંદર સ્થિત નવઘર રોડ પર આવેલી એક ઇમારતની ગેલેરી અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ તાત્કાલિક હરકતમાં આવેલી પાલિકાની ટીમે વધુ હોનારત ટાળવા માટે સમગ્ર જોખમી બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં જ વાહનવ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈકે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે યોગ્ય પુનર્વસન પૂરૂં પાડવાની અને જરૂરી તમામ સરકારી સહાય આપવાની ખાતરી આપી હતી. દુર્ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે.





