Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Cows, goats and householders drowned', dire scenes of flash flood devastation in Assam's Lakhimpur

VIDEO: 'ગાયો, બકરાં અને ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ', આસામના લખીમપુરમાં અચાનક પૂરની તારાજીના ભયાવહ દૃશ્યો

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામના લખીમપુર જિલ્લાના ઘુનાસુતી વિસ્તારમાં આવેલા નહરાની ગામમાં અચાનક પૂર આવવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. સવારે 6:00 વાગ્યાથી જ પૂરના પાણી ઝડપથી વધવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોને સંભાળવાની તક પણ ન મળી.

App Store

પૂરના પાણી ઘરો અને રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના લીધે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. પાણીના તીવ્ર પ્રવાહમાં બકરીઓ અને ગાયો સહિતના પશુઓ તેમજ લોકોનો ઘરવખરીનો સામાન તણાઈ ગયો છે. પૂર એટલું અચાનક આવ્યું કે ગ્રામજનો પોતાના અબોલ પશુઓ કે કિંમતી સામાનને બચાવી શક્યા નથી.

હાલમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેથી સાંજ સુધીમાં વધુ ઘરો પાણીમાં ડૂબી જવાની આશંકા સેવાઈ રહી છે. આ પૂરના કારણે અંદાજે 100 થી 150 જેટલા લોકો પ્રભાવિત થયા હોવાનું અનુમાન છે.