Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Constitute a high level committee under the supervision of the Supreme Court', Sheikh Irshad Mansoori's MLC report 7 pellets like metal particles Rahul Gandhi aggressive

VIDEO: 'સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાઈ લેવલ કમિટી બનાવો', શેખ ઈરશાદ મંસૂરીના MLC રિપોર્ટમાં 7 પેલેટ જેવા ધાતુના કણ નીકળતા રાહુલ ગાંધી આક્રમક

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 20 જુલાઈએ વિદ્યાર્થીઓના આંદોલનમાં કથિત પેલેટ ગનનો ઉપયોગ કરવા મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરીને કહ્યું કે, આ સમગ્ર ઘટના મામલે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ સ્વતંત્ર હાઈલેવલ કમિટી બનાવવાની તપાસ થવી જોઈએ. દેખાવો દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા શેખ ઈરશાદ મંસૂરીનો મેડિકો લીગલ કેસ (MLC) રિપોર્ટ સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે.

App Store

રાહુલ ગાંધીએ શું કહ્યું? 

રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે, ‘વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક સ્વતંત્ર હાઈ કમિટીની રચના કરવી જોઈએ અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત બર્બરતાની તપાસ થવી જોઈએ.

દેખાવોમાં પેલેટ ગનનો ઉપયોગ થવાનો ઈજાગ્રસ્ત યુવાનનો આક્ષેપ
 
25 વર્ષિય શેખ ઇરશાદ મંસૂરીએ 20 જુલાઈએ દેખાવો દરમિયાન કથિત પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર મંસૂરીનો મેડિકો-લીગલ કેસ (MLC) રિપોર્ટમાં અનેક મહત્ત્વનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, સર્જરી વખતે મંસૂરીના માથામાંથી, ગળામાંથી, ચહેરા પરથી અને શરીરના કેટલાક ભાગોમાંથી ધાતુ કણો કાઢવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ, મંસૂરીના શરીરમાંથી કુલ સાત પેલેટ જેવા ધાતુના કણ નિકાળવામાં આવ્યા છે.