VIDEO: વિદ્યાર્થીઓ પર કોઈ ફાયરિંગ નથી થયું, રાહુલ ગાંધી જુઠ્ઠાણું ફેલાવે છે: ભાજપ
સોર્સ : gstv
સંસદ સત્રમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના આક્ષેપો બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી પટલવાર કર્યો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવવામાં આવી નથી, અને ન તો કોઈએ આવો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે. કટાક્ષ કરતા ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી ક્યારેય વિદેશ ભાગી જતા નથી.

