મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોમર્શિયલ એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો

દેશની રાજધાની દિલ્હીમાં મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી (LPG)

દેશની રાજધાની દિલ્હીમાં મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો વધી ગઈ છે, જેની સીધી અસર હોટેલ રેસ્ટોરન્ટ અને નાના ખાદ્ય વ્યવસાયો પર જોવા મળશે. જો કે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. દિલ્હીના વ્યસ્ત અને જાણીતા એવા કરોલ બાગ  વિસ્તારના વેપારીઓમાં આ ભાવવધારાને લઈને ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે. કરોલ બાગના ફૂડ સ્ટોર્સ મીઠાઈની દુકાનો અને રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે વારંવાર થતા આ ભાવવધારાને કારણે તેમનું બજેટ ખોરવાઈ ગયું છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ  કાચા માલની મોંઘવારી વચ્ચે ગેસના ભાવ વધવાથી તેમના વ્યવસાયિક ખર્ચમાં મોટો વધારો થશે. આ પરિસ્થિતિમાં કાં તો તેમણે નુકસાન સહન કરવું પડશે અથવા ગ્રાહકો માટે ખાણી-પીણીની ચીજવસ્તુઓના ભાવ વધારવા પડશે  જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર પણ બોજ વધશે.

આ સમાચાર શેર કરો