Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Command of the Air Force in the hands of the Jambaz fighter pilot! Air Marshal Ashutosh Dixit becomes new IAF Chief

ભારતીય વાયુસેનાને મળ્યા નવા બોસ: ‘ઓપરેશન સફેદ સાગર’ના જાંબાઝ યોદ્ધા સંભાળશે એરફોર્સનું સુકાન

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય વાયુસેનાને મળ્યા નવા બોસ: ‘ઓપરેશન સફેદ સાગર’ના જાંબાઝ યોદ્ધા સંભાળશે એરફોર્સનું સુકાન
સોર્સ : gstv

ભારતીય વાયુસેના (IAF)ની કમાન હવે ફાઈટર પાઈલટ એર માર્શલ આશુતોષ દીક્ષિતના હાથમાં સોંપવામાં આવી છે. તેઓ વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે નિમણૂક પામ્યા છે. હાલમાં તેઓ વાયુસેનાના 51મા વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે પદ તેમણે 1 જુલાઈ 2026ના રોજ સંભાળ્યું હતું. તેઓ આગામી 31 ઓક્ટોબરે સત્તાવાર રીતે વાયુસેના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે.

App Store

3300 કલાકથી વધુ ઉડાનનો અનુભવ અને શાનદાર કારકિર્દી

એર માર્શલ આશુતોષ દીક્ષિત 6 ડિસેમ્બર 1986ના રોજ વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમિશન થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (બાંગ્લાદેશ) અને નેશનલ ડિફેન્સ કોલેજ (નવી દિલ્હી)ના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. એક અત્યંત કુશળ ફાઈટર પાઈલટ તરીકે જાણીતા દીક્ષિત પાસે 20થી વધુ પ્રકારના વિમાનો પર 3,300 કલાકથી પણ વધુ સમય ઉડાન ભરવાનો બહોળો અનુભવ છે. જેમાં મિરાજ-2000, મિગ-21, જગુઆર, એન-32 અને હોક જેવા વિમાનોનો સમાવેશ થાય છે. તેઓ એક લાયકાત ધરાવતા ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઈલટ પણ છે.

image.png

ટોપિક્સ:GSTV NewsGujarati News