Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Your courage and resourcefulness saved hundreds of lives', PM Modi speaks to Flydubai's Jambaz Captain smit machchhar

VIDEO: 'તમારી હિંમત અને કોઠાસૂઝે સેંકડો જિંદગીઓ બચાવી', PM મોદીએ ફ્લાયદુબઈના જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં અદભુત સાહસ, કોઠાસૂઝ અને ધૈર્ય દાખવીને અનેક મુસાફરોના જીવ બચાવવા બદલ વડાપ્રધાને કેપ્ટન સ્મિતના ભરપૂર વખાણ કર્યા હતા.

App Store

'તમારા માટે દેશમાં મહામૃત્યુંજય જાપ થઈ રહ્યા છે'

વાતચીત દરમિયાન વડાપ્રધાને કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરતાં કહ્યું કે, "આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે દેશભરમાં મહામૃત્યુંજય જાપ થઈ રહ્યા છે. તમારી અપ્રતિમ હિંમત, સમયસૂચકતા અને મક્કમતાએ સેંકડો અમૂલ્ય જીવ બચાવી લીધા છે."

'ભારતીયો જીવ લેનારા નહીં, જીવ બચાવનારા છે'

કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવતાં પીએમ મોદીએ ગર્વભેર ઉમેર્યું કે, "સમગ્ર દેશ આજે ગર્વથી કહી શકે છે કે ભારતીયો એવા લોકો નથી જે કોઈનો જીવ લે છે, પરંતુ ભારતીયો એ છે જે અન્યનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણ પણ દાવ પર લગાવી દેવા તૈયાર હોય છે."

વિપરીત સંજોગોમાં પણ અડગ રહીને વિમાનનું સુરક્ષિત સંચાલન કરનાર કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની સમગ્ર દેશ અને દુનિયામાં સરાહના થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન સાથેની આ સંવેદનશીલ વાતચીતે ફરી એકવાર દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે.