VIDEO:જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી હલ્લાબોલ! ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી ના બેનર હેઠળ યુવાનોનું એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અભિજીત દીપકેના નેતૃત્વમાં આયોજિત આ દેખાવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવા પેઢી જોડાઈ હતી. આ આંદોલન મુખ્યત્વે NEET-UG CBSE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો. જાણીતા કાર્યકર સોનમ વાંગચુકે પણ આ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપીને વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ પાર્ટી એક વ્યંગાત્મક ઓનલાઈન આંદોલન તરીકે શરૂ થઈ હતી જે હવે એક ગંભીર યુવા રાજકીય મંચ બનીને ઉભરી છે. પોલીસ દ્વારા જંતર-મંતર પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ શાંતિપૂર્ણ દેખાવ સંપન્ન થયો હતો. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન વધુ તેજ બનશે.

