Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chinese rifle telescope found near NIA headquarters in Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં NIA હેડક્વાર્ટર નજીક ચીની રાઇફલનું ટેલીસ્કોપ મળ્યું, હાઈએલર્ટ વચ્ચે સઘન તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
જમ્મુ-કાશ્મીરમાં NIA હેડક્વાર્ટર નજીક ચીની રાઇફલનું ટેલીસ્કોપ મળ્યું, હાઈએલર્ટ વચ્ચે સઘન તપાસ શરૂ
સોર્સ : GSTV

 જમ્મુ કાશ્મીરના સિદરા વિસ્તારમાં હાઈ એલર્ટ વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે રવિવારે એક અસોલ્ટ રાઇફલનું ટેલીસ્કોપ મળી આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે જમ્મુ કાશ્મીર પોલીસે NIAના હેડક્વાર્ટરની નજીકથી ટેલીસ્કોપ જપ્ત કર્યું. તેનું ઉત્પાદન એક ચીની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

App Store

જમ્મુ કાશ્મીરમાં NIA મુખ્યાલય નજીકના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં નિયમિત દેખરેખ અને તપાસ દરમિયાન શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું હતું. આ ચોંકાવનારી ઘટનાના ખુલાસા બાદ જમ્મુ કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સાવચેતીના પગલા તરીકે તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. વધુમાં જપ્તી બાદ સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તપાસ કડક કરી દીધી છે અને સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મોટી ઘટનાના ષડયંત્રની આશંકા

આ ટેલિસ્કોપનો ઉપયોગ લાંબા અંતરથી લક્ષ્યોને ચોક્કસ રીતે નિશાન બનાવવા માટે થાય છે. આવી સ્થિતિમાં NIA મુખ્યાલય નજીક ટેલિસ્કોપ મળ્યા બાદ એવી આશંકા છે કે આ કોઈ મોટો આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ હોઈ શકે છે.

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થઈ હતી અથડામણ

ગત સોમવારે (15 ડિસેમ્બર, 2025) જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલતા વિસ્તારના સુઆન ગામમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ શહીદ થયો હતો.