Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Canadian woman dies while paragliding in Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં કેનેડાની મહિલાનું પેરાગ્લાઈડિંગ દરમ્યાન મોત, મૃતદેહ કાઢવા હેલિકોપ્ટરની લેવાઈ મદદ

Timeછેલ્લું અપડેટ : 21 Oct 2025
લાઇવ ટીવીGoogle News
હિમાચલ પ્રદેશમાં કેનેડાની મહિલાનું પેરાગ્લાઈડિંગ દરમ્યાન મોત, મૃતદેહ કાઢવા હેલિકોપ્ટરની લેવાઈ મદદ
સોર્સ : GSTV

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં કેનેડાની 27 વર્ષીય મહિલા પાઇલટે પ્રખ્યાત બીર બિલિંગ પેરાગ્લાઇડિંગ સાઇટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન, પાઇલટ ધર્મશાલાના ધૌલાધર પર્વતમાળામાં ત્રિયુન્ડ સાઇટ પર પહોંચી હતી. જ્યાં તેનું ક્રેશ-લેન્ડિંગ થવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ મામેલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ કરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલી આપ્યો છે. 

App Store

18 ઓક્ટોબરે મહિલા પાઇલટે ઉડાન ભરી હતી

કાંગડા જિલ્લાના એએસપી વીર બહાદુરે જણાવ્યું હતું કે, મહિલા પાઇલટે 18 ઓક્ટોબરના રોજ બીર બિલિંગથી ઉડાન ભરી હતી. આ મહિલા પાયલટ એકલી ઉડાન ભરીને તે ધૌલાધર પર્વતની ટોચ પર પહોંચી હતી. જ્યાં ક્રેશ લેન્ડિંગને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેણે જણાવ્યું કે, મહિલા ઘણો સમય તેના સાથી સાથે બીર બિલિંગમાં રહેતી હતી અને અગાઉ બીર બિલિંગથી ઉડાન ભરી હતી. પોલીસને દુર્ઘટનાના સમાચાર મળતા તેને શોધવા માટે એક ટીમ બનાવી હતી.

હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને મૃતદેહ કાઢવામાં આવ્યો 

એએસપીએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ મહિલાનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. જે બાદ મૃતદેહને હેલિકોપ્ટર દ્વારા ધૌલાધર પર્વત પરથી કાંગડા એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટાંડા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'મહિલાના સાથીને અકસ્માતની જાણ કરવામાં આવી હતી, અને કેનેડિયન દૂતાવાસને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ ટાંડા મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ પછી મૃતક મહિલાનો અંતિમ સંસ્કાર બીર બિલિંગમાં કરવામાં આવશે.