મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંદેશખાલી કેસની CBI તપાસ થશે, કોલકાતા હાઇકોર્ટે આપ્યો આદેશ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ મામલે CBI તપાસ થશે. કોલકાતા હાઇકોર્ટે આ આદે

સંદેશખાલી કેસની CBI તપાસ થશે, કોલકાતા હાઇકોર્ટે આપ્યો આદેશ


પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ મામલે CBI તપાસ થશે. કોલકાતા હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે. આ મામલે TMCના નેતા શેખ શાહજહાં, શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર આરોપી છે. આ પહેલા કોલકાતા હાઇકોર્ટે 4 એપ્રિલે કહ્યું હતું કે સંદેશખાલીનું 1% સત્ય પણ શરમજનક છે.

સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાં વિરૂદ્ધ 5 જનહિત અરજી પર ચીફ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્યમ ભટ્ટાચાર્યની બેન્ચે સુનાવણી કરી હતી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે યૌન શોષણ અને જમીન હડપવાના આરોપી TMCમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા શેખ શાહજહાંની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તેને CBIને સોપી દીધા હતા.

સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સાથીઓ શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર પર આરોપ છે કે તે મહિલાઓનો લાંબા સમયથી ગેન્ગરેપ કરતા હતા. આ કેસમાં શિબૂ હાજરા, ઉત્તમ સરદાર, શાહજહાં સહિત 18 લોકોની પોલીસ ધરપકડ કરી ચુકી છે.

શાહજહાં શેખ TMCનો ડિસ્ટ્રિક્ટ લેવલનો નેતા રહ્યો છે. રાશન કૌભાંડમાં EDએ 5 જાન્યુઆરીએ તેના ઘરે દરોડા પાડ્યા હતા, તે સમયે 200થી વધુ સમર્થકોએ તપાસ એજન્સીની ટીમ પર હુમલો કર્યો હતો. શાહજહાં તે બાદ ફરાર થઇ ગયો હતો અને 55 દિવસ પછી પકડાયો હતો.

આ સમાચાર શેર કરો